ચાંદ
ચાંદ
1 min
322
મેં ગઝલમાં ચાંદની લખી હતી,
ત્યાં જ તું ઝળહળી ઉઠી હતી,
શશી કિરણોથી ઉજ્જવલ બની તું આવી હતી,
ઝાકળથી ધોયેલી તું ટમટમી ઉઠી હતી,
અમાસની રાતે યાદ તારી બહુ સતાવે,
ચાંદ બની તું મારા આંગણે ચમકી ઉઠી હતી,
તું જ્યારે સોળ શણગાર સજી નીકળી હતી,
જોઈ તને ખુદ ચાંદની સળગી ઉઠી હતી.
