ચાલને સખી મેળે
ચાલને સખી મેળે
ચાલને સખી મેળે જઈએ.
એકાંતને ઓગાળીને,
ભીડમાં ભળીએ.
ચાલને સખી મેળે જઈએ.
ચાલને સખી આ મેળા ના ચકડોળમાં બેસી,
આકાશનો સ્પર્શ કરીએ.
મનમાં ચાલતા વિચારોના ચકડોળને વિરામ આપીએ.
ચાલને સખી મેળે જઈએ.
ચાલને સખી આ મુગ્ધ કન્યા જેવી નદીમાં સ્નાન કરી.
મનના મેલ અને નફરતને ધોઈએ.
ચાલને સખી મેળે જઈએ.
ચાલને સખી રંગ બેરંગી ફુગ્ગાઓને આકાશમાં ઊડાડી.
આ ફુગ્ગાવાળાનું જીવન ગગન રંગબેરંગી બનાવીએ.
ચાલને સખી આ ફુગ્ગાની સાથે દુઃખ ગમ દર્દને પણ હવામાં ઊડાડીએ.
ચાલને સખી મેળે જઈએ.
આ ટીવી અને મોબાઇલને કોરાણે મૂકી.
ચાલને લોકો ના ચહેરા વાંચીએ.
ચાલને સખી મેળે જઈએ.
દુઃખ .દર્દ. નિરાશાને માર ગોળી.
ને તું આવ દોડી
રસમો રિવાજોને તોડી.
તું આવ દોડી દોડી
ચાલને સખી મેળે જઈએ.
જોને ઈશ્વરે કેવો સર્જ્યો આ દુનિયા મેળો !
રસમો રિવાજોનો મેળો.
સુખ દુઃખનો મેળો.
વિચારોનો મેળો.
આ લાગણીનો મેળો
આ શબ્દોનો મેળો.
કઈ કઈ જાતજાતના અને ભાતભાતના મેળાઓ છે અહી.
કોઈ ગાય છે.
કોઈ નાચે છે કોઈ રોવે છે.
તો કોઈ હસે છે.
પાત્ર સહુ પોતાને ભાગે આવેલા ભજવે છે.
ચાલને સખી આ દુનિયાનો મેળો માણી લઈએ.
મળ્યો છે આ મનખા જીવન.
તો ચાલને એની મોજ માણી લઈએ.
ચાલને સખી આ મેળે જઈએ.
લોકોના હૃદયની પીડાને પરખીએ.
આંસુના તારણનું કરીએ.
આપણે મારણ.
ચાલને સખી મેળે જઈએ.
