ચાલને આપણે પ્રવાસ કરીએ
ચાલને આપણે પ્રવાસ કરીએ
ચાલને આપણે પ્રવાસ કરીએ
મનપસંદ સ્થળે આજ વિહરીએ,
મનને અને તનને શાંતિ મળે એટલે
આ સૃષ્ટિના આકાશમાં થોડા વિહરીએ,
ચાલને આપણે પ્રવાસ કરીએ,
શાંત સ્થળની પસંદગી કરી
સાથે જરૂરી સામાન લઈને
પૂરતા દસ્તાવેજો સાથે લઈને
ગાઈડ જાણકાર ને સાથે લઈને
ચાલને આપણે પ્રવાસ કરીએ,
પહેલાં તેના વિશે જાણીએ
રસ્તાઓની જાણકારી લઈને
કુદરતના સાનિધ્યમાં જઈને
ચાલને થોડી ભક્તિ કરીએ
ચાલને આપણે પ્રવાસ કરીએ,
આગોતરું આયોજન કરીને
રજેરજની માહિતી મેળવીને
સરનામાની માહિતી સાથે
સરસ મજાની માહિતી લઈને
ભાવિ પેઢીને ઉજાગર કરીએ
ચાલને આપણે પ્રવાસ કરીએ.
