STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

બરફ અને અંગાર

બરફ અને અંગાર

1 min
223

બરફને શું પૂછો છો અંગારની હાલત,

એ કેમ કરી કહેશે

એની છે શહાદત...!


નથી બરફને અંગાર જોડે કોઈ નિસ્બત,

બરફની જાળવી 

ગરિમા

એ તો અંગારની 

છે ગનીમત..!


અંગાર અને બરફને 

ગમતી નથી એકબીજાની હરકત,

જાણે છે છતાંય સંબંધ નિભાવે 

છે ફકત..!


બરફ એટલે તો જામીને જાળવે છે ધરપત..!

અંગારની ગરમીથી 

ઠંડક બચાવશે એટલી છે રહેમત..!


અંગારની ગરમીથી ઓગળવું એ નથી

એની આરત,

આ તો સ્વભાવ છે એકમેકનો નિભાવવાની છે ચાહત..!


નહીં બદલાય બેમાંથી એકેયની કિસ્મત,

તો પછી એકમેકનાં અસ્તિત્વ પર શીદને ચલાવવી કરવત..!


બરફને નથી જોઈતી ઓગળવાની ફુરસદ,

અંગારને નથી આપવી પોતાનાં ધધકતા સ્વભાવને રુખસત..!


ટાળે છે બેય એકમેક

સામેની શિરકત,

નથી વહોરવી હવે બેમાંથી એકેયને શહાદત..!


Rate this content
Log in