STORYMIRROR

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

બોલ તું ?

બોલ તું ?

1 min
13.7K


શું કરૂં વરસાદને આ, બોલ તું ?

શું કહું તલસાટને આ, બોલ તું ?


એકલી મૂકી ગયો છે તું મને ,

શું કરૂં વનવાસને આ, બોલ તું ?


ક્યારનું અકળાય મન કારણ વિના ,

રાખુ ક્યાં રઘવાટને આ, બોલ તું ?


એક કારણ આપ આજે તું મને ,

કેમ માનું વાતને આ, બોલ તું ?


બાગમાં લાખો ફુલો છે 'જશ' ખિલ્યા ,

શું કરૂં પમરાટને આ, બોલ તું ?


Rate this content
Log in