બંધ આંખે
બંધ આંખે
1 min
413
કરૂ છું બંધ આંખો હું તો તું મને દેખાય છે,
સ્નેહથી છલોછલ મન ઘણું હરખાય છે,
સ્હેજ તારૂ જ્યાં અમસ્તું મીઠાશથી મલકવું,
ત્યાં મનોમન કેટલા દરિયા છલકાય છે,
તું નહીં તો ખ્વાબ તારૂ હલચલ મચાવે,
દિલ હીજરાય આંખો મારી ભીની થાય છે,
ઠરી જાય આગ જેવી આગ જળથી પણ,
ભીતર બળે ભડભડ જીવ ત્યાં મુંજાય છે,
અલગ અલગારી અંદાજ છે મોસમનો પણ,
દીવાનગી દિલદારની આજ પરખાય છે.
