STORYMIRROR

વર્ષા પ્રજાપતિ

Others

4.5  

વર્ષા પ્રજાપતિ

Others

બીજનો ચાંદ

બીજનો ચાંદ

1 min
24.2K


બીજના ચાંદને વિનવો પ્રેમથી,

આમ દેખાય છે કેમ નિસ્તેજથી.


રાતના હમસફરને કહો સાનમાં,

આંખને ભીંજવે એ સદા વ્હાલથી.


વાદળોની સમીપે રહે મોજથી,

જોજનો દૂર જાણે કયા શાપથી?


હાથમાંથી ગયું વ્યોમની સોડમાં,

સાથ છોડી ગયું એ જુઓ શાનથી.


નીરખો જો તમે ચાંદને હેતથી,

પામીએ ચાંદનીને દિલોજાનથી.


જિંદગીભર રહી જેમની શોધમાં,

ઓળખ્યા એમને મેં જ મારા થકી.


Rate this content
Log in