ભૂલમાં
ભૂલમાં

1 min

23.2K
ફૂલ ઊગે બાગમાં લેતા ન ચૂંટી ભૂલમાં,
હાય ભમરાની ય લેતા ના જૂટી ભૂલમાં.
હાથમાં આપ્યા ગુલાબો રંગબેરંગી ઘણાં,
ચૂભતા કાંટા, ન મૈત્રી જાય ખૂટી ભૂલમાં.
સાંજ ખીલી સૂર્ય ડૂબે ને પધારે તારલા,
આશ ખીલેલી, જુઓ ના જાય તૂટી ભૂલમાં.
આ ગઝલ લખુ સ્વપ્નમાં તારીજ જૂની યાદમાં
છે નવી સોગાદ આ, લેતા ન લૂંટી ભૂલમાં.