STORYMIRROR

Kalpesh Vyas

Others

4  

Kalpesh Vyas

Others

ભૂકંપ

ભૂકંપ

1 min
454

હ્રદયનાં ભૂગર્ભમાં કોઈ અથડામણ થવા લાગી,

આંચકાં ભુકંપના જોરજોરથી આવવા લાગ્યા,  


એનાં કંપનથી આંખોમાં ત્સુનામી સર્જાવા લાગી, 

અશ્રુંઓના મોજા નૈનસાગરથી ઊછળવા લાગ્યા,


પ્રેમનાં ટુટેલા શિશમહેલનો કોઈ અવશેષ મળ્યા નહી, 

જાણે ત્સુનામીના મોજા એને દૂર સુધી વહાવી ગયા,


આંચકાની એ તિવ્રતા સિસ્મૉલોજીસ્ટ વાંચી શક્યા નહી, 

કાર્ડીઓલેજીસ્ટ ફક્ત કાર્ડીયોગ્રામને વાંચી ગયા,


કોણ જાણે જ્યારે સુપ્ત જ્વાળામુખી જાગૃત થાશે,

આંખેથી ખારું પાણી વહેશે કે રાતો લાવો ઊભરાશે ?


Rate this content
Log in