ભુલી ગયા જિંદગીને
ભુલી ગયા જિંદગીને
1 min
101
જિંદગી કેરી યાદો,
યાદો કેરી વાતો,
મીઠી થોડી, વધુ કડવી.
જિંદગી કાજે સ્વપ્નો,
સ્વપ્નો કાજે પ્રયાસો,
સફળ થોડા, વધુ નિષ્ફળ.
જિંદગી માટે સંગ્રામ,
સંગ્રામ માટે સંઘર્ષ,
આસાન થોડો, વધુ મુશ્કેલ.
બધી આ પળોજણમાં,
ભુલી ગયા જિંદગીને,
ભુલી ગયા જીવવાનું..
