ભરતી-ઓટ
ભરતી-ઓટ
1 min
313
અહંકારના દરીયામાં લાગણીઓ તણાય છે,
સમયની ભરતીમાં આજે ઓટ વરતાય છે,
સંબંધોની ગાગર જાણે અધૂરી છલકાય છે,
સમયની ભરતીમાં આજે ઓટ વરતાય છે,
મિત્રતાની હૂંફ જાણે સ્વાર્થમાં ગૂંગળાય છે,
સમયની ભરતીમાં આજે ઓટ વરતાય છે,
બાળકનું બાળપણ દૂર ભાગતું વરતાય છે,
સમયની ભરતીમાં આજે ઓટ વરતાય છે,
બદલાણી આ જગ આખાની તસવીર છે,
સમયની ભરતીમાં આજે ઓટ વરતાય છે.
