ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર
1 min
358
કાળા બઝારીઓનો ધંદો ચાલે જોરદાર,
મેહનત કરતા માનવીનો પરસેવાની ધાર.
ઠંડા ઘરમા બેસી કમાય રૂપિયા હજાર,
ફૂટપાથપર ગરીબોની લાંબી કતાર.
તાર તાર જીંદગી અશ્રુઓની ધાર,
કોને પડી ગરીબોની, જીવો શાનદાર.
પ્રામાણિકતાની વાત હવે થઈ નામશેષ,
મલિન લોક ધરે શાલીનતાનો વેશ.
ભ્રષ્ટાચારીઓ કેમ જાણે આવું કરે કામ ?
આપણેજ આપીએ ખુરશી નીચેથી દામ.
