ભોગવતાં ફળ
ભોગવતાં ફળ
1 min
443
કદીક કામ લાગી જાય બાપનું ફળ,
ને કદીક પછાડી જાય પાપનું ફળ,
ઉડાઉગીરી કરી લાભ ક્દી’ ન થાય,
સંકટે કામ લાગી જાય માપનું ફળ,
કોઈના આત્માને ન દુભાવવો કદીયે,
શાંતિથી ન રહેવા દેતું શાપનું ફળ,
નામ ખાટી ગયેલાનાં કામ ઝટ થાય,
કદીક વટ પાડી જતું છાપનું ફળ,
સૂર્ય અગનજ્વાળાથી બાળતો પાણીને,
આવે વરસાદ, ફળે જો તાપનું ફળ,
‘સાગર’ સારા બનવાનો મળે છે દંડ,
ભોગવતાં રહેતાં કાપાકાપનું ફળ.
