ભકિત કેરી શકિત
ભકિત કેરી શકિત
1 min
330
ભકિત, માત્ર માનવ જાતને મળેલુ વરદાન છે,
ભકિત અંદર તરફની યાત્રાનુ અનુસંધાન છે,
ભકિત કેરી શકિત છે સુખનો સુંદર સ્ત્રોત,
સાચી શ્રધ્ધા સાથે ભકિત,
જીવનનુ અનેરુ ઉત્થાન છે.
ભકિત છે તપન, ભકિત જીંદગીનુ સંતુલન છે,
ભકિત ભગવાન તરફનુ પવિત્ર પરિવહન છે,
ભકિત કેરી શકિત છે સુખનો સુંદર સ્ત્રોત
ભકિત જનજનને રાખી શકે પ્રસન્ન છે.
ભકિત ભગવાનને પામવાનો પુકાર છે,
ભકિત જતાવે ઉપરવાળાના ઉપકાર છે,
ભકિત કેરી શકિત છે સુખનો સુંદર સ્ત્રોત,
ભકિત નિરાકારનો કરાવે દિદાર છે.
