ભજ ગોવિંદમ
ભજ ગોવિંદમ
1 min
1.2K
ભજ ગોવિંદમ્ ,ભજ ગોવિંદમ્ ,ભજ ગોવિંદમ્ મૂઢમતિ,
તારું કીધું થાય નહિ ને, શાંને આટલી શાણપટ્ટી?
ભજ ગોવિંદમ્...
મળતું જીવન કપરા ચઢાણ, ને જતું જીવન લસરપટ્ટી,
સ્થિર થઈને બેસી જાવું, શાંને આટલી રખડપટ્ટી ?
ભજ ગોવિંદમ્....
થતી રહેતી આવન જાવન, ગમે ત્યારે હકાલપટ્ટી !
માણી મરીએ આજને આજે, કાલ ગઈ તે અગનભઠ્ઠી.
ભજ ગોવિંદમ્...
સૌનાં પ્રતિબિંબ સરખાં લાગ્યાં ,મૂકી દીધી ફૂટપટ્ટી,
ચમન વિશાળ મને ખુબ ગમ્યું, ફુલ નહિ ચૂંટી ચૂંટી.
ભજ ગોવિંદમ્...
