ભીંજવવા છે
ભીંજવવા છે
1 min
204
ઓ મેહુલિયા
મન મૂકીને ગરજજે,
વરસજે અનરાધાર,
વરસજે પણ !
છાના છપને નહીં... હો...
આ મોસમ તારી જ છે
જોને પેલો કળાયેલ મોરલો,
જે ડુંગરની ટોચ પર મન મૂકીને
નાચી ઉઠ્યો છે,
ને લીલી વનરાઈ કેવી ડોલે છે,
અને હા, અષાઢી આભલે દેખાતી,
પેલી કાળી ભમ્મર વાદલડીને પણ વિનવું છું કે,
અહીં તહીં દોડીને તું પણ,
ડુંગરાની વચાળે કે,
ખીણો -કંદરાની મહી,
છુપાઈને ના વરસતી,
કેટલાય વર્ષોથી અનિમેષ નયને
ચાતક રાહે રાહ જોતી,
આજ હું તારી પાછળ પાગલ બની,
પોકારું છું,
કે તારી હેલીમાં,
આ મારા અંગડાઇ રહેલા અંગને,
મન મૂકીને ભીંજવવા છે,
હા ભીંજવવા છે.
