STORYMIRROR

Mahendra Rathod

Others Romance

3  

Mahendra Rathod

Others Romance

ભીડભાડ

ભીડભાડ

1 min
24.9K


દેખાય બધે નજરોમાં ઉભરાતી એ ભીડભાડ,

હતી મારી ને એની વચ્ચે વાહનોની એક વાડ.


એમના ને મારા કદમ ઉપડ્યા જ્યાં સામસામે,

દેખી સમીપ એને અધરના ઉઘડ્યા ના કિવાડ.


જોઈ એને પાંપણો એકાએક ભીડાઈ ગઈ ને,

થંભી ગયા કદમ મારા જાણે ઉભું એક ઝાડ.


આવી સમીપ નીકળી ગયા એ કશું દીઠા વગર,

મન કહે હૈયાને કે તું જાગેલી ઊર્મિઓ સંતાડ.


ઉમટેલા અરમાનો ઓસરી જાય છે મારા ત્યાં,

જ્યાં હું એકલો ને સામે ઉભી હોય ભીડભાડ.


Rate this content
Log in