ભગવાન
ભગવાન

1 min

11.9K
જે તારામાં છે,
તેને જ શોધવા ચાલ્યો,
હે પામર માનવી,
તું ભગવાનને શોધવા ચાલ્યો !
જયાં ઉભો છે,
એજ ધરાને મળવા ચાલ્યો,
હે પામર માનવી,
તું ભગવાનને શોધવા ચાલ્યો !
જયાં ઉગે સુરજરુપી દિપ,
એજ ગગનને આંબવા ચાલ્યો,
હે પામર માનવી,
તું ભગવાનને શોધવા ચાલ્યો !
જેનાથી તારો શ્રવાસ ચાલે,
એજ વાયુને પકડવા ચાલ્યો,
હે પામર માનવી,
તું ભગવાનને શોધવા ચાલ્યો !
જે અગ્નિ ને નીર, તારું જીવન છે,
એને બગાડવા ચાલ્યો
હે પામર માનવી,
તું ભગવાનને શોધવા ચાલ્યો !
જેને તને બનાયો એને,
તારા બનાવેલા સ્થાનક પામવા ચાલ્યો,
હે પામર માનવી,
તું ભગવાનને શોધવા ચાલ્યો !