ભાવો કહી રહ્યાં
ભાવો કહી રહ્યાં
1 min
26.3K
હસતાં થયેલાં ભાલના ભાવો કહી રહ્યાં,
જીવન સફર ના કેટલાં ઘાવો સહી રહ્યાં.
ભીતર જગેલી ચાહના તાલે ચડી રમે,
સામા પ્રવાહે તાણમાં આગળ વધી રહ્યાં.
હોઠે ચડીને બોલતી વાણી હ્રદય તણી,
હામે ધરેલી લાગણી ભાવે નમી રહ્યાં .
મનથી હ્રદય ને આપના ચરણે ધરી ગયાં,
માળા તમારા નામની બંદા જપી રહ્યાં .
આવ્યા પનાહે આપની માસૂમ તણાયને,
મીઠાં મધુરાં સ્નેહના ભાવો યચી રહ્યાં
