ભાષા
ભાષા

1 min

11.7K
આ ગુજરાતી મારી ભાષા છે
જન જન ની એક જ આશા છે
બાર ગાંવે બોલી બદલાતી
સંતો ને કવિ મુખે મદમાતી
બહુ ઉજળા એનાં પાસા છે
આ ગુજરાતી...
બાળગીત જોડકણાં કહેવતો
ને વળી આરતી સંગે વ્રતો
ગુર્જર ભૂમિની અભિલાષા છે
આ ગુજરાતી...
સ્માર્ટફોનમાં સ્માર્ટ બની એ ચાલી
ને વળી કમ્પ્યુટરમાં પણ મ્હાલી
નવયુગમાં ન રહી કોઈ નિરાશા રે...
આ ગુજરાતી....