ભારત એટલે
ભારત એટલે


ભારત એટલે,
સામાજિક જવાબદારી,
જિંદગી પૂરી તમારી,
આની વર્ષગાંઠ,
આની બાધા,
આનું વાસ્તુ,
આની સગાઈ,
આનું લગ્ન,
આનું મામેરું,
આની વહેંચણ,
આનો હવન,
આની કથા,
આનું બેસણું,
આનું બારમું,
આની જનોઈ,
આનું ઉદઘાટન,
આનું દવાખાનું,
આનું રસોડું,
આનો વિદાય સમારંભ,
આમાં ને આમાં
છેલ્લે આપણો વિદાય સમારંભ,
ભારત એટલે,
સામાજિક જવાબદારી,
જિંદગી પૂરી તમારી.