STORYMIRROR

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

ભારી કમી રહી

ભારી કમી રહી

1 min
2.5K


બાએ ઘડેલા ઘાટની મારી છબી રહી,
બાની છતાં એ આજ પણ ભારી કમી રહી.
 
ઘરના બધાનો રાખતી સાચો ખયાલ તે,
માતા વગરની જિંદગી આંહો ભરી રહી.
 
બાંધે બધાને લાગણી ભીના લગાવથી,
સૌને સરીખા સેતની લગની ધરી રહી.
 
ઓછો વધારે કોઈને આપ્યો નહીં સમય,
મમતા ભરેલી કાયમી ચાહત ખડી રહી.
 
નવનવ મહીના ગર્ભની પીડા સહન કરી,
આપી જનમને બાળને મોટા કરી રહી.
 
સૌને જમાડી આખરે પોતે જમી રહી,
સીને લગાવી બાળને ભીને પડી રહી.
 
માસૂમ બતાવો માતની આ જોડી કહીં મળે?
દુ:ખો ઉઠાવી જાત પર ઘર સાચવી રહી.


Rate this content
Log in