ભાગશે કોરોના
ભાગશે કોરોના
1 min
411
કરું વિનંતી તમને જોડી બે હાથ,
ચાલશો મારી સાથ,
લેજો સેનેટાઈઝર ને માસ્ક,
ધોજો વારંવાર હાથ,
શાકભાજી ને દહીં, દૂધની થેલી,
બે વખત ધોઈ, ફ્રિજમાં દેજો મેલી,
ખાતા છીંક, નાકે રાખજો રૂમાલ,
નાની બાબતે, ન કરશો ધમાલ,
ન જાવું ફરવા, ન જાવું ઘર બહાર,
ચોખા, સુધ, ને સુપાચ્ય લો આહાર,
પરિવાર સાથે રહો, ને સાથે જમો,
ઘરમાં ને ઘરમાં હરો, ફરો ને ભમો,
થોડો સમય આમ જ કરો,
ભાગશે કોરોના,
પછી આપણી સ્વતંત્રતાની, થશે સવાર.
