STORYMIRROR

Dishu Patel

Others

4  

Dishu Patel

Others

બેઠી છું

બેઠી છું

1 min
503

ખસી જાવ છું લોકોના જીવનમાંથી,

હું ખુદને જ નડતી બેઠી છું.


સહું સમજે છે મને પર્વતની ટોચ સમી,

એ ટોચની જેમ જ ઢળતી બેઠી છું.


રંગાઈ રહ્યા છે સહુ મારાં રંગ થકી,

પતંગિયાની જેમ રંગ છોડીને બેઠી છું.


પી જવાદો વાડકો મીરાંની માફક,

કોઈની યાદમાં ઝેર ઘોળતી બેઠી છું.


નીકળી જવું છે દુનિયાની પેલે પાર,

બધાની સંગત એટલે જ છોડી બેઠી છું.


Rate this content
Log in