STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

બેડલે મટુકી

બેડલે મટુકી

1 min
239

બેડલે મટુકી શરમથી ભીંજાય…!


કાચના મોતીડે મઢેલી મટુકી છલકાય

ઝાકળબિંદુના સ્પર્શે પાનીયું ભીંજાય,


ઈન્દ્રધનુષ જેવી એની કમર લચકાય

પાયલના ઝણકારે હવાની લ્હેરુ ગુંજાય,


નવરત્ન ચુંદડીએ ઢાંકે એ પાપણૂં

ગાગર પર બેડલું ને બેડલે મટુકી,


મધુર રણકારે જોને સખીઓ સંગ જાય

ઘાયલ કરે મર્દોને એવું મીઠું મલકાય,


નજરું ઢાળેલી રે કાને કુંડળ લટકાય,

સપનાંને હીંચકે છોરી શરમથી ભીંજાય.


Rate this content
Log in