બદલો
બદલો
1 min
202
ન્યાય કુદરતનો અજીબ હોય છે,
સામે ઉભા રહી જાય કરેલા કરમ.
ના વિચારવું કે કોઈએ જાણ્યું નહીં,
તૂટી જાય તે ક્ષણે આપણો ભરમ.
પાપ કરતાં મલકાય મનડું પહેલાં તો,
ના આવે તે સમયે કોઈનીય શરમ.
વાળવા વીતીને આવી ઉભી રુહો,
પછી ડરાવે કરેલા કુકર્મો ને સિતમ.
દોરી લઈ જાય દગાઓભર્યા દેહને,
આત્માઓના વિશ્વોના નિજના ધરમ.
