બદલાય છે
બદલાય છે
1 min
404
જીંદગીના સરવાળા કે બધી જ રીતો
જીંદગીની બદલાય છે,
પળેપળનો હર્ષોલ્લાસ ને,
સાથ-સંગાથ પણ બદલાય છે.
એવો ને એવો ખુદને જાણુ,
બીજાના બદલાવાની રીતમાં
તેમ હોવા છતા ઝરણાં સરીખું
જીવન પણ બદલાય છે.
દુનિયાની કોઈ સ્થિતિ ટકતી નથી
સાચવો છતા
કુદરતની રીત સાથે એનો
તાલ પણ બદલાય છે.
પલ પલ મળતા માણસો એવા
આ દુનિયાની રીતમાં જેવા કે
પૂર્ણિમાથી અમાવસ્યા સુધીનો
ચંદ્રમા બદલાય છે.
ઘણી તસવીરોમાં ખુદ "ઈશારા"ને પણ
ઓળખતો નથી
કઈ હદે આ ફૂલ સરીખું વદન તેમજ
ચહેરો પણ બદલાય છે.
