બદલાય છે માણસ
બદલાય છે માણસ
હાલતાં ને ચાલતાં,
બદલાય છે માણસ,
કાચિંડા ના રંગે,
રંગાય છે માણસ !
વાળની સફેદીથી,
શરમાય છે માણસ,
અનુભવના ભારથી,
બદલાય છે માણસ !
ચહેરાની કરચલીથી,
ગભરાય છે માણસ,
rgba(255, 255, 255, 0);">મેક અપના સ્તર તળે,
કળાય છે માણસ !
બીજાની સફળતાથી,
કતરાય છે માણસ,
પોતાની અણઆવડતથી,
ઉભરાય છે માણસ !
દંભ ને ડોળથી,
લદાય છે માણસ,
માણસાઈના આભાસથી,
ભરમાય છે માણસ !