STORYMIRROR

Aniruddhsinh Zala

Classics Inspirational

4  

Aniruddhsinh Zala

Classics Inspirational

બદલાના ભાવથી પીડાતો માનવી

બદલાના ભાવથી પીડાતો માનવી

1 min
234

હે..જી.. બદલાના ભાવથી જુવો, ખુદ પીડાતો કેવો આ સ્વાર્થી માનવી 

રાતભર ઈ પથારીએ પડખાં ફરે, તોય બુઝે ન બદલા કેરી આગ.


જોને.. શમે ન વેરથી વેર કદી, પ્રેમ થકી જ આગ વેરની બુઝાય 

રાખો હૈયે સ્નેહ છલકતો સદા, તો આવે ન કદી મોઢે બદલાની વાત.


હે...જી... મન મોટા ને હોય હૈયા જેના વિશાળ, ન હોય બદલાનો જેને ભાવ 

ઈ નર જગમાં સુખી ઘણો, ઈ હંસલો સુખસાગરે મોતીડાં ખાય.


જો.ને...મૂખ જેના હો મીઠડું મલક્તાં, જેને હૈયે રૂડા હંસલા હોય 

એવા જ્ણને સદાય ભેળો રાખીયે, ઈ મળે તો અંતરસુખ હોય.


હે..જી... સ્વાર્થ રહે જેનાથી કોસો દૂર, જેના મુખડે નૂર ભરપૂર હોય 

એવો નર જો કદી નીરખીયે, તો વાત કરતા પણ સુખ ઝાઝું હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics