બચત મોટી ચીજ છે
બચત મોટી ચીજ છે

1 min

101
ટીપે ટીપે જ સરોવર ભરાય,
સાદી વાત સૌને સમજાય.
આપતકાળે અમૃતસમ છે,
રંક-રાજાની મૂડી કહેવાય.
આંખ મિંચો ના, ચંચળ છે,
ધન એવું છે સરકીય જાય !
કરૂણતા ત્યારે સર્જાય,
મરણમૂડી કો' લૂંટી જાય.
બચત મોટી ચીજ છે,
જો,જો ભૂલી ન જવાય.