બાથ ભરે
બાથ ભરે
1 min
361
કોરોનાની તારો આ કેવો કહેર,
જાણે હતું તારા મનમા જહેર.
ઈતિહાસની આ એક ઘટના વિશેષ,
માનવીની જીંદગી કપરી અને શેષ
ચીની વુહાન નામે એક એવુ શહેર,
પશુપંખી મારીને ખાય કરે માંસનો ઢેર.
કુદરતમાં થાય જ્યારે ભયાનક ગોટાળો,
થયા બીમાર સૌ ફેલાયો રોગચાળો
કોરોના નામે કરે સૌને હેરાન ,
મૃત્યુથી જીંદગી થઈ રહી વેરાન.
હાથ પગ લંબાવી વિશ્વમાં પ્રયાણ કરે
સ્પંદનોના સ્પર્શથી પણ કોરોના બાથ ભરે .
મંદિરોના કવાડ બંદ, ઈશ્વર રિસાઈ ગયાં
હોસ્પિટલો દર્દીઓના ભીડથી ભરાઈ ગયા,
શાળા કૉલેજ ઑફિસ બંદ મજા
ડોક્ટર, શિક્ષક ઘણાં કામમાં ઘેરાઈ ગયાં
