બારી
બારી
1 min
227
મારા રસોડાની બારી,
બની મારી સહેલી,
સવાર થતા દર્શન કરાવતી શાંતિના,
મારા રસોડાની બારી.
બારી પાસે જતાજ,
સાથ આપવા પારેવા
ચણ ખાતા નિરખતા ઉંચી
ડોક કરતા મૌન વાત
ઉડતા વિહરતા ગગન માઈ
મારી રસોડાની બારી.
સવાર થતા નિરખાતો શાંત બગીચો
આપવા શાંતિ અનેરી
મારી રસોડાની બારી.
સાંજ થતા નિરખતી,
બાળકોની કિલકારિ,
તરવરાટ કરાવતી,
મારી રસોડાની બારી,
બની મારી સહેલી.
