બાને કાગળ
બાને કાગળ


પ્રિય બા,
લખું છું તારાં જ સંસ્મરણો કાગળમાં,
નીરખી તને હું શૈશવનાં એ અરીસામાં.
સંભળાવી હાલરડું મુજને એ ઘોડિયામાં,
ખોવાતી તું સ્વપ્નભરી એ મીંઠી નિંદ્રામાં.
પડતી હું ને દર્દ થતું તુજ કૂણાં માતૃહૈયામાં,
થતી અડધી તું દેખી મુજને ઘાવની પીડામાં.
યાદ છે બા! હતી આળસુ હું દવા લેવામાં,
ફેંકતી દવા હું, જોતી તું સંતાઈ બારીમાં.
નિહાળતી તને હું મારા શ્રેષ્ઠ શિક્ષકમાં,
આપતી માર્ગદર્શન તું મને દરેક વર્તનમાં.
બનતી તું મારી સખી-સહેલી પળે-પળમાં,
લાગતું ન મને એકલવાયું તુજ સંગાથમાં.
યાદો એવી તો હજી ઘણીય સ્મરણમાં,
નડે છે સીમાઓ પણ સીમિત કાગળમાં.
અંતે લખું બસ એ જ તારી કાળજીમાં,
રાખજે તું સદા સંભાળ તારા સ્વાસ્થ્યમાં.
લિ- સદાય નાનકડી તુજ દીકરી.