STORYMIRROR

Patel Padmaxi

Children Stories Inspirational

4  

Patel Padmaxi

Children Stories Inspirational

બાળપણાની વાત

બાળપણાની વાત

1 min
249

બાળપણાની જયારે જયારે થાય ને વાત,

સખી ત્યારે અચૂક આવે તારી મીઠી યાદ.


એકમેકના હાથોમાં આંગળાને પરોવી,

જોર-જોરથી હલાવતાં જવાની મધૂરાત.


આંબાની ડાળ પર બાધેલા હીચકે ઝૂલવું,

કાટાળી બોરડીના ખટમીઠાં બોરની ભાત.


ખેતરા ને વાડીએ આખો દિવસ રઝળવું,

પડવું, આખડવું, ધમાચકડીનો ઝંઝાવાત.


પરસેવે રેબઝેબ કરતો ઉષ્ણ ઊનાળો,

ગુલાબી ઠંડી અને રગદોળતો વરસાદ.


પેન, પેન્સિલ, રબર અને સંચા સંગાથે,

પાંચીકા, સાગરગોટી અને રમકડાં હૈયાત.


મસ્ત મજાની રમતોમાં મ્હાલતા મનડા,

ઘર-ઘર રમવાની પહેલી થતી શરૂઆત.


ખળખળાટ હસવું તો કયારેક ધોધમાર રડવું,

લડી-ઝઘડી ફરી ભેળાં થઈ જવાની રજૂઆત.


ના ભૂલાય, ના ભૂસાય એ મધુર પહોરોને,

કદી ના ભૂલાય સખી તારી સ્નેહ સૌગાત.


Rate this content
Log in