બાળપણ
બાળપણ
1 min
336
મારા સ્વપ્નની દુનિયા મારું બાળપણ,
મારા હૈયાનો હરખ મારું બાળપણ,
વીત્યું એટલું ઝડપથી કે,
રોકાયા ના રોકાયું મારું બાળપણ,
ખોવાય ગયું છે સમયની માયાજાળમાં,
કોઈને મળે તો ગોતી દેજો મારું બાળપણ,
સૂકાઈ જાય છે નદી જેમ ઉનાળામાં,
નદીની જેમ સૂકાયું મારું બાળપણ,
સમય વીત્યો પૂર ઝડપથી ને,
એ લઈ ડૂબ્યો મારું બાળપણ.
