બાળપણ ફરી આવે રે
બાળપણ ફરી આવે રે
1 min
243
વીતી ગયેલું બાળપણ ફરી એકવાર કાશ આવે રે,
આ મોટપની મજા જરીયે મને જો રાસ ના આવે રે,
ચાલી ગઇ સઘળી નિર્દોષતા ક્યાં ના કદી સમજાતું રે,
મન મારું હવે જૂઠી વાતોમાં શાને આમ ભરમાતું રે,
શેરીની રમતોને મિત્રો સંગ કરી મજા એ યાદ આવતું રે,
શહેરી જીવનની ભરમાળમાં બિલકુલ ના ફાવતું રે,
કાગળની હોડીને ખાબોચિયામાં તરતી મૂકતા રે,
સૌથી પહેલી કોની હોડી, હરિફાઇ એવી ના ચૂકતા રે,
ગિલ્લી-દંડોને લખોટીની રમતમાં જે મળતી ખુશી રે,
લાખો રૂપિયા ખર્ચતા આજ ના એ મળતી ખુશી રે.
