STORYMIRROR

Dr.Milind Tapodhan

Children Stories Inspirational

4  

Dr.Milind Tapodhan

Children Stories Inspirational

બાળપણ નામની રમત

બાળપણ નામની રમત

1 min
203

આજે આકાશમાં જઈ ટમટમતાં તારાઓ ઢંઢોળીએ,

ચાલ, ફરી એકવાર મઝાનું બાળપણ બાળપણ રમીએ.


મનની પાટીને કરી એકદમ સાફ, ઘૂંટીએ નવો એકડો

પંખીઓની કરી સવારી, વાદળનાં પટારા ખોલીએ.


રંગોને ઢોળી આકાશથી, બનાવીએ સાત રંગીન સમુદ્ર,

લઇને ત્રણ પૈડાંની સાઇકલ, હિમાલયની ઉપર ઉડાવીએ.


બાળબુદ્ધિનાં પીંછાંથી પરિપક્વતાને કરીએ ગલગલિયાં,

રૂપિયાની ચાર ચોકલેટથી વિશ્વનાં સૌથી અમીર બનીએ.


આ રમત છે અત્યંત સરળ, નથી અઘરાં નિયમ કોઈ,

ભગવાનનાં ઘરે જઈ, ચૂપકીથી ડોરબેલ વગાડી ભાગીએ.


ચાલ, ફરી એકવાર મઝાનું બાળપણ બાળપણ રમીએ


Rate this content
Log in