STORYMIRROR

Heena Pandya (ખુશી)

Children Stories Fantasy

4  

Heena Pandya (ખુશી)

Children Stories Fantasy

બાળપણ માંગી લઉં

બાળપણ માંગી લઉં

1 min
471

જિંદગીમાં હું ફરીથી અવતરણ માંગી લઉં.

એ ખુદા તું આપ પાછું બાળપણ માંગી લઉં.


એટલા મોકા નથી મળતાં મને મોટાં બની,

સ્હેજ તોફાનો કરીને નાનપણ માંગી લઉં.


ચાંદની ધરતી ઉપર ડોશી બતાવું કે પછી,

ભોંય પર કીડી મરી એ ભોળપણ માંગી લઉં.


આ જગતનાં ઓરડામાં હાસ્ય રણકાવી ઘણું,

કોઇ કહેશે તો ભલે પણ ગાંડપણ માંગી લઉં.


હાં, ફરીથી મૂછ દોરીને કલમથી જો પછી,

આ વડીલો જેટલું હું શાણપણ માંગી લઉં.


મારવા છે જઇ ધુબાકા ખૂબ છબછબિયાં કરું,

આંગણે સરવર ભરીને ગોઠવણ માંગી લઉં.


આપજે તું મન ભરીને યાદ જેવી આ "ખુશી",

સાચવીને વાત હૈયે સંસ્મરણ માંગી લઉં.


Rate this content
Log in