બાળપણ એટલે મોજ
બાળપણ એટલે મોજ
1 min
319
હસતા રમતા રહેવાના દિવસો,
મસ્ત મગન થઈ ફરવાના દિવસો,
કાલી ઘેલી ભાષામાં સમજાવવાના દિવસો,
પોતાની અલગ જ દુનિયામાં મગ્ન રહેવાના દિવસો,
નવું જાણવા સમજવાના દિવસો,
શબ્દોથી લઇ પગલી પાડતા શીખવાના દિવસો,
અવિરત સંપૂર્ણ વિકાસના દિવસો,
નિર્દોષ તોફાન નિખાલસ સવાલના દિવસો,
અકારણ ખુશ થવાના દિવસો,
બાળપણ એટલે મોજ મહામજાના દિવસો,
હસતા રમતા રહેવાના દિવસો,
ઈશ્વર ના આશિષ લેવાના દિવસો.
