બાળક
બાળક

1 min

535
હું બાળક સફેદ કાગળ,
જગત આગળને હું પાછળ,
લખાતા ગયા લેખ,
ભરાતો ગયો બાળ,
મને ગમતું રમકડું ત્યાં,
મારા તારામાં ભરમાયો.
પીરસતા ગયા પીરસણ,
વિસરાતું ગયું બાળપણ,
છોડતો ગયો બાળપણ,
શીખવતા ગયા શાનપણ.
કયાં સુધી આ બાળપણ,
તરુણને ભરી આ જવાની,
બાદ કરાવતાં ભોળપણ,
સમજાવતાં થયા ભેદભાવ.
સત્ય બોવાવતા ગયાને,
જુઠ્ઠા ને સાથે મંગાવતા,
ભુલાય ગયું બાળપણ,
સમજાય ગયું ઘડપણ.
પાછું આયુ બાળપણ,
બહું મોડું થયું ડહાપણ,
હું બાળક સફેદ કાગળ,
જગત આગળને હું પાછળ.