STORYMIRROR

Sanket Vyas Sk

Others

4  

Sanket Vyas Sk

Others

"બાજી ના પત્તા"

"બાજી ના પત્તા"

1 min
505

હંમેશા એક જ વાત 

થાય છે આ જગતમાં 

કેમ કરીને હું જીતુ

દુનિયાની આ રમતમાં


ઊલટી -સીધી બાજી થઈને

પત્તા પડ્યા કરે છે જીવનમાં 

પત્તાની એ પરખ કરીને

"ઈશારો" મલકાઈ રહ્યો છે ગમ્મતમાં, 


ખીસ્સુ ભરાઈ ગયું છે મારૂ 

કેમ કરી ઉભરાવું હું એને

કોઈ ચાલાકી કરી કે પછી

સીધો બનું હું જીવન કેરી આ રમતમાં, 


ફટકા એવા મળ્યા કરે છે 

હાર-જીતના આ જગતમાં

જીતવા માટે એ બાજી

સૌ કોઈ ચાલ કરે છે રમતમાં, 


મન હોય તો માળવે જવાય

કહી દીધું છે તે ગમ્મતમાં

પણ "ઈશારો" આ લખી રહ્યો છે 

હંમેશા જીવન કેરી આ રમતમાં.


Rate this content
Log in