STORYMIRROR

વર્ષા પ્રજાપતિ

Others

4.9  

વર્ષા પ્રજાપતિ

Others

બાઈ

બાઈ

1 min
241


બાઈ તું અમારા સૌના જીવનનો આધાર હતી,

તારા જ નામ પ્રમાણે તું લક્ષ્મીનો અવતાર હતી.


સ્વમાનભેર જીવવું એ તારા જીવનની રીત હતી,

કામમાં ચોકસાઈ એ તારી કર્તવ્યનિષ્ઠાની ઝાખી હતી.


સત્ય, સંઘર્ષ અને સહનશીલતાની તું મૂરત હતી,

તારા આ ગુણોની પ્રતીતિ મને મારામાં થતી હતી.


માન આપીને માન મેળવવું એ તારી ખૂબી હતી,

તારી આ ખૂબી તારા પૌત્રે બખૂબી નિભાવી હતી.


કવિતા, વાર્તાઓ અને સાહિત્યનો તું ખજાનો હતી,

મારું સાહિત્ય સર્જન તારા વારસાની દેન હતી.


તારી સમીપ વિતાવ્યા દિવસો એ ઘડી ધન્ય હતી,

તારા છેલ્લા આશીર્વાદ એ મારા જીવનની મૂડી હતી.


'બુન',આઈ કહીને તે માથે હાથ મૂકી કપાળે બચી કરી હતી,

એ પળને યાદ કરતાં આજે પણ આંખ ભીની થઇ હતી.


તારી અંતવેળાને તે અવસરમાં તબદિલ કરી હતી,

સ્મિત સાથે સ્વર્ગઆરોહણ તારા આધ્યાત્મની ઝાખી હતી.


તારી ઢોલડી, ગોદડી અને વિકસની ડબી ત્યાં જ હતી,

હતો તારો જ પ્રસંગ ને તારી જ ગેરહાજરી હતી.


તારા સદગુણો મારા જીવન પાથેયની અમાનત હતી,

કારણ કે, તારી આ 'વર્ષા' તારો જ અંશ હતી


Rate this content
Log in