બાગ-ઉછેર
બાગ-ઉછેર
1 min
118
હું પાણીઆપું છું દાદાજીનો
રોપેલ આંબો સાથે લીમડેાને
વડ પીપળો કેળ
ગુલમહોરનો છાંયો
બગીચામાં છે અવનવાં
છોડની ક્યારીઓ ને રંગીન
પુષ્પો સુગંધિત મનમોહક
પંચરંગી પતંગિયા આમતેમ
ઉડે વળી બેસે મારે ખભે ને
હું ખુશીથી ચૂમું લઉં ઝૂમી
મેં તો ફક્ત કર્યું જતન
બાગ દાદાએ ઉછેર્યો
ફળ મીઠાં બાળકો
મારા ચાખે રોજ,
હું ન રહું તો કામ કરે
પોતાનું વૃક્ષો જ.
