અવસર ક્યાં છે
અવસર ક્યાં છે
1 min
164
હવે પહેલા સમુ કોઈનું મુકદ્દર ક્યાં છે ?
જે દુનિયા જીતી ગયો તો એ સિકંદર ક્યાં છે ?
ઝેર પીવાનો ભલે બધા દમ ભરતા હો અત્યારે
પણ ઝેર પીને અમૃત કરનારા એ હવે શંકર ક્યાં છે ?
છે ઘણાય પથ્થરો કે જે ઠોકરો મારે બધાને,
જે પૂજાઈને ખુદ ભગવાન થઈ ગયો એ પથ્થર ક્યાં છે ?
સવાલો તો કંઈ કેટલાય છે ભીતર મારા મન મહીં
પણ એને સંતોષ આપી શકે એવો ઉત્તર ક્યાં છે ?
તમે ભલે અત્યારથી જ ખોદી
રાખી હો કબર "સંગત"
પણ હજુ આ મારા મરવાનો અવસર ક્યાં છે ?
