અવર્ણનીય
અવર્ણનીય
1 min
337
ઉષા તણી મળે જો લાલિમા, તરી જવું જગે,
શબદ થકી વરે જો શારદા,તરી જવું જગે.
'અવર્ણનીય' છે કૃપા, મળી જે ઈશની સતત,
અધર ઉપર રહે જો આરદા,તરી જવું જગે.
કરોડ મૂલ્યનું છે તન અને આ મન મજાનું પણ,
સમજ ધરી કરે જો સાધના,તરી જવું જગે.
આ પ્રકૃતિ તણો જે પ્રેમ, અનવરત વહ્યાં કરે,
મળે અગર દિલે જો દિવ્યતા,તરી જવું જગે.
આ સૂર્ય-ચંદ્રનો પ્રકાશ,લઇ જતો સુદૂર મન,
હો તેજધાર શી જો ઝંખના,તરી જવું જગે.
જગતમાં ચક્ર કાળનું, ફર્યાં કરે છે એ સતત,
સજગ રહી વહે જો પ્રાર્થના,તરી જવું જગે.
થતું રહે છે બીજમાંથી વૃક્ષ આ વિશાળ બહુ,
સતર્ક થઇ જશે જો વાંછના,તરી જવું જગે.
