STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

અવિનાશી

અવિનાશી

1 min
211

હા હું માયા છુંં,

શેશ છુંં, વિશેષ છું, તારો જ એક અંશ છુંં,

મેઘ છુંં, મલ્હાર છુંં, બ્રહ્માંડનો સારાંશ છુંં, હા હું માયા છુંં.


વિશ્વનો આભાસ છુંં, દર્દની ખારાશ છુંં,

સાયા થૈ જુડાઈ છુંં, બુંદ આશની છુંં, હા હું માયા છુંં.


લહેરોમાં છીપ છુંં, દરિયાની ખારાશ છુંં,

ચૂમીને ગગન આઝાદ સાક્ષાત પ્યાસ છુંં, હા હું માયા છુંં.


ચન્દ્ર છું, સૂરજ છું, પણ તારલાની શાન છુંં,

મન ઉજ્વલ તન પાણીની મિઠાશ છુંં, હા હું માયા છુંં.


અલંકાર છુંં, આભુષણ છુંં, હું સાદગીનું રાઝ છું,

નમ્ર છુંં, વજ્ર છુંં, કંચનથી આભાસ છુંં, હા હું માયા છુંં.


Rate this content
Log in