STORYMIRROR

Parulben Trivedi

Others

4  

Parulben Trivedi

Others

અવધમાં દિવાળી

અવધમાં દિવાળી

1 min
31

હૃદય જો હોય રામ રાજ્યનું,

રટે નિશ દિન રામનું નામ....!

ભરત બની રહે મન મધુવન,

લક્ષ્મણ બની આંખો દેખે

સમીપે રામ....!

તો આ શરીરરૂપી અવધમાં દિવાળી હરરોજ થાય.


 જો મંથરારૂપી લોભવૃત્તિ બને 

 પ્રહાર કરે સદ્બુદ્ધિ ચિત્ત.....!

 ઈર્ષારૂપી કૈકૈયી બને તો,

 મારે બાણ રામરૂપી પ્રીત....!

 તો આ શરીરરૂપી અવધમાં દિવાળી હરરોજ થાય.


 દશરથરૂપી આંખ ચૂકે જો

રામના દર્શન તો,

 શ્વાસ રુંધાય મન માંહી.....!

 કૌશલ્યા રૂપી મમતાનો ખોળો

 મારો નિશ દિન,

 ઝંખે શ્રી રામને મન માંહી....!

 તો આ શરીરરૂપી અવધમાં દિવાળી હરરોજ થાય.


 કેવટ બની ઝંખે હાથ પખાળવા

શ્રી રામ-ચરણ,

 શબરી બની રહે શ્રદ્ધા રામ પર

અટલ....!

 હનુમંત બની સદાય તત્પર રહું

 રામ સેવામાં,

 સીતાજીની જેમ સઘળું તન-મન-ધન કરું અર્પણ..!

 તો આ શરીરરૂપી અવધમાં દિવાળી હરરોજ થાય.


Rate this content
Log in