અતૂટ બંધનનું નજરાણું
અતૂટ બંધનનું નજરાણું




સદા લાગણી છલકાતી મનના બંધ બારણે,
સંબધો મહેંકતા માત્ર જોડાઈને એક તાંતણે.
પ્રેમની વર્ષા સદા મારા હૈયાને ભીંજવતી,
હસતું મુખડું ભઈલાનું જોઈ બેનડી હરખાતી.
સફળતા ઘેલી થઇ ભઈલા તને વરે,
પ્રભુ દરેક સંકટોને તારાથી દૂર કરે.
ખુશીઓ થકી સદા બને પાવન તારું આંગણું,
રાખડી તો છે ભાઈ-બહેનના અતૂટ બંધનનું નજરાણું.