અટવાઈ છે લાગણીઓ
અટવાઈ છે લાગણીઓ

1 min

11.5K
લોકડાઉનનાં આ સમયે,
વાતો કરવાનાં અભરખાં સેવ્યાં'તાં,
દાદા - પુત્રની એક અધૂરી લાગણીએ !
ઘૂમાવ્યો દાદાએ લેન્ડલાઈન ડાયલિંગ,
ત્યાં તો જીદે ભરાણો લાલો,
વાતો કરવી છે એણે,
મોર્ડન વોટ્સઅપ વિડીયો કોલિંગ !
બદલાઈ છે પેઢી,
બદલાયો છે સંચાર નિગમ,
માત્ર ને માત્ર અટવાઈ છે કૂણી લાગણીઓ !
અટવાઈ છે કૂણી લાગણીઓ !