અતીતના દરવાજા
અતીતના દરવાજા
1 min
419
આ જિંદગીના દાવ પેચમાં કેવો ઝલાયો છું,
અતીત ને વર્તમાનની વચ્ચે હવે અટવાયો છું.
ત્યાં સ્વાગત થયું યાદો થકી,
મન ખોવાશે ક્યાંક એ હતું નક્કી.
ખોલ્યો દરવાજો જ્યાં અતીતનો,
દરવાજાની પાછળ એક સ્મિત મળ્યું,
સંતાઈ ગયું હતું વર્ષો થકી.
એક કબાટ જરા જ ખોલ્યું,
તૂટેલી છત્રીની યાદમાં,
આજે પણ લાગણી પલાળી જ હતી.
એક ડાયરી મળી મને ખાનાંમાં,
સૂકા ફુલની સુવાસ પાછી મળી હતી.
ખોલ્યા દરવાજા હવે અતીતના,
હવે, પાછા વાળવું એ મુશ્કેલી હતી.
